અંકલેશ્વર-વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક વરસાદી પાણી ફરી વળ્યા, ઘસમસતા પાણી વચ્ચે કાર ફસાઈ

ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ

  • વાલિયા પંથકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

  • નલધરી ગામ નજીક પાણી ફરી વળ્યા

  • પાણી વચ્ચે પેસેન્જર કાર ફસાઈ

  • વાહનવ્યવહાર બંધ

ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો.
ભરૂચ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાલીયા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર હાલ નાળાની કામગીરી ચાલી રહી છે જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. કોતર નજીક બનાવાયેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.
ડાયવર્ઝન પરથી વહેતા ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા એક પેસેન્જર ઇકો કાર પણ ફસાઈ ગઈ હતી જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને ટ્રકની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી.આ તરફ વરસાદી પાણીના પગલે અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો જેના પગલે પોલીસ કાફલો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.
Latest Stories