અંકલેશ્વર-વાલિયા માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી

અંકલેશ્વર-વાલિયાને જોડાતા માર્ગના નવીનીકરણની કામગીરી સાથે રોડ પરના નાળા પણ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

New Update
Advertisment

અંકલેશ્વરથી નેત્રંગને જોડતો મહત્વનો માર્ગ

Advertisment

રૂ.50 કરોડના ખર્ચે સમારકામની કામગીરી

યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાય

રસ્તામાં આવતા નાળા પણ પહોળા કરાશે

ઠેર ઠેર ડાયવર્ઝન અપાયા

અંકલેશ્વર-વાલિયાને જોડાતા માર્ગના નવીનીકરણની કામગીરી સાથે રોડ પરના નાળા પણ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતો માર્ગ ચોમાસાની સીઝનમાં અત્યંત બિસ્માર બન્યો ત્યારે 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા 50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજુર કરવામાં આવ્યુ હતું ત્યારે માર્ગના સમારકામની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ બાદ યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ માર્ગ ઉપર આવતા નાના-મોટા નાળા પણ પહોળા કરવામાં આવી રહ્યા છે.જેને પગલે કેટલાક સ્થળે  ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ડાયવર્ઝનના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. 
Latest Stories