ભરૂચ: બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી વિદેશમાં રૂપિયા ઉપાડી લેવાનું કૌભાંડ ઝડપાયું

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

New Update

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળી સફળતા

વિદેશમાં રૂપિયા ઉપાડી લેવાનું કૌભાંડ ઝડપાયું

બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી રૂપિયા ઉપાડી લેવાતા હતા

પોલીસે એક આરોપીની કરી ધરપકડ

3 આરોપીઓ વોન્ટેડ

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે કેટલાક ઈસમોએ લોકોને લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ 42 બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે.આ બેંક એકાઉન્ટ પૈકી 8 બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્જેકશન કરવામાં આવ્યા છે.આ માહિતીના આધારે પોલીસે સઘન તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં ભેજાબાજો એકાઉન્ટધારકોની જાણ બહાર જ ગેરકાયદેસર વ્યવસાયના નાણા ઓનલાઇન ટ્રાન્જેકશનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનુ વિડ્રોલ કરી લેતા હતા. આ મામલામાં પોલીસે સુરતના પુણા ગામમાં રહેતા આરોપી સરજુ દેવગણીયાની ધરપકડ કરી છે.ઝડપાયેલ આરોપી સરજુ દેવગણીયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઇ મયાત્રા આધારકાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવતા હતા અને સુરતના દશરથ ધાંધલીયાને  ખાતેદારોની ધ્યાન બહાર તેઓના એ.ટી.એમ.કાર્ડ, પાસબુક અને ચેકબુક પહોચાડતા હતા. દશરથ ધાંધલીયા આ તમામ એ.ટી.એમ.કાર્ડ એકટીવ  કરાવી દુબઇ ખાતે વૈભવ પટેલને પહોચાડતો જયાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃતિમાં કરતા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આ મામલામાં ખંજન મયાત્રા,દશરથ ધાંધલીયા અને વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#CGNews #bank account #money scam #Accused arrested #Bharuch #Fraud #Scam
Here are a few more articles:
Read the Next Article