ભરૂચ: દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ, સમુદ્ર કાંઠે પોલીસનું સતત પેટ્રોલિંગ !

ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી રહી છે.

New Update
  • ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

  • ભરૂચ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ

  • સમુદ્ર કાંઠે સઘન બંદોબસ્ત ગોઠવાયો

  • પોલીસની સોશ્યલ મીડિયા પર નજર

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરીને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહીત દહેજ પોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરાઈ રહી છે. 
મરિન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓ એલર્ટ પર રાખવામાં આવી છે.આ સાથે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર દેશદ્રોહને લગતી તેમજ ઉશ્કેરની જનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.