![Andada Village Found Deadbody](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/01/11/62PYpLamAi8EGVuLfzpd.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમાં હાઈવેની બાજુમાં બંધ બિલ્ડિંગમાંથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમાં હાઈવેની બાજુમાં બંધ બિલ્ડિંગ આવેલ છે. જે બિલ્ડીંગની અંદરથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગેની જાણ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, અને મૃતદેહને જોતા તે અર્ધનગ્ન હાલતમાં હતો, જ્યારે આ મૃતદેહને રખડતાં શ્વાનોએ ચહેરા અને અન્ય ભાગ ફાડી ખાતા તે કોણ અને ક્યાંનો વ્યક્તિ છે, તે ઓળખવું મુશ્કેલ બન્યું છે, ત્યારે હાલ તો અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.