ભરૂચ : ઝઘડિયાના રાજપારડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, રૂ. 1.87 લાખના મુદ્દામાલની ચોરી

રાજપારડી ગામે રાત્રી દરમ્યાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા

New Update
Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.87 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રાત્રી દરમ્યાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.

Advertisment

રાજપારડી ગામે કન્યાશાળા ફળિયામાં રહેતા કનુ રબારી બિમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે ગત તા. 17મીના રોજ મકાનને તાળુ મારી વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા. અને તેમના નાના ભાઇ મહેશ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું. આ દરમિયાન ગત તા. 19મીના રોજ સવારના પાંચેક વાગ્યાના અરસામાં મહેશ રબારી તેમના ભાઇના બંધ મકાનને જોવા ગયાત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તુટેલા હતાઅને અંદર જઇને જોતા મકાનના રૂમમાં આવેલ 3 દિવાલ કબાટોના લોક તુટેલા હતાજ્યાં સામાન વેરવિખેર પડેલો હતો. મહેશ રબારીએ આ અંગેની જાણ વડોદરા ગયેલ તેમના ભત્રીજા ધાર્મિકને ફોન દ્વારા કરી હતી.

તેમણે કબાટમાં મુકેલ સોના-ચાંદીના દાગીનાની માહિતી આપી હતી. પરંતું કબાટમાં મુકેલ આ દાગીના જગ્યાએ જણાયા નહતાતેથી 3 કબાટમાં મુકેલ સામાનને તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઇ હતી. તસ્કરો મકાનમાંથી સોના-ચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું જણાયું હતું. જેથી મકાન માલિકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories