New Update
રેલવે વિભાગનું વિશેષ આયોજન
અંકલેશ્વર-સમસ્તીપૂર વચ્ચે વિશેષ ટ્રેન
છઠપૂજાના પર્વને ધ્યાને રાખી ટ્રેન શરૂ કરાઇ
ડી.આર.એમ.એ મુસાફરો સાથે કરી મુલાકાત
અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ
દિવાળી અને છઠપૂજાના પર્વ પર મુસાફરોની માંગને ધ્યાને રાખી અંકલેશ્વરથી બિહારના સમસ્તીપુર સુધી રેલવે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી આ ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ
વડોદરા ડિવિઝન દ્વારા મુસાફરોને સુવિધા આપવા અને દિવાળી અને છઠ પૂજાના તહેવારોની મોસમ દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અંકલેશ્વર - સમસ્તીપુર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી ડી.આર.એમ.રાજુ ભડકે સહિતના રેલવેના અધિકારીઓએ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું.અધિકારીઓએ આ પ્રસંગે મુસાફરો સાથે મુલાકાત પણ કરી હતી.અંકલેશ્વર – સમસ્તીપુર અનરિઝર્વ્ડ સ્પેશિયલ અંકલેશ્વર થી ગુરુવાર અને શુક્રવાર, 23 અને 24 ઓક્ટોબર 2025ના રોજ 3.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 05:30 કલાકે સમસ્તીપુર પહોંચશે. તેવી જ રીતે સમસ્તીપુર - અંકલેશ્વર અનરિઝર્વ્ડ સ્પેશિયલ સમસ્તીપુરથી શનિવાર અને રવિવાર, 25 અને 26 ઓક્ટોબર, 2025 ના રોજ 08:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02:30 કલાકે અંકલેશ્વર પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, મક્સી, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુરવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો ખાતે ઉભી રહેશે.
આ ટ્રેનમાં સામાન્ય સેકન્ડ ક્લાસ કોચ હશે.
Latest Stories