New Update
ભરૂચમાં એસ.ટી.બસને નડ્યો અકસ્માત
કારેલીથી જંબુસર જઈ રહી હતી બસ
બસ વરસાદી કાંસમાં ખાબકી
બસમાં સવાર 15 વિદ્યાર્થીઓને ઇજા
સારવાર અર્થે ખસેડાયા
ભરૂચમાં કારેલી ગામથી જંબુસર જતી એસ.ટી.બસ વરસાદી કાસમાં ખાબકતા બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચમાં ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો હતોમ ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી બસ ચાંદીપીર દરગાહ નજીક વરસાદી કાંસમાં ખાબકી હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બસમાં સવાર 15 વિદ્યાર્થીઓ અને મુસાફરોને ઇજા પહોંચી હતી જેઓને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં ગયા હતા.આ અકસ્માતમાં બસના ડ્રાઇવરને પણ ઇજા પહોંચી છે.ઘટનાની જાણ થતાની સાથે જંબુસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત કેવી રીતે સર્જાયો એ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે.અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી
Latest Stories