ભરૂચ-અંકલેશ્વરમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરાશે, બજેટમાં કરવામાં આવી અનેક મહત્વપૂર્ણ જોગવાઈ

રાજ્યના રજુ થયેલા સામાન્ય બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં ભાડભુત બેરેજ યોજના, અંકલેશ્વર અને જંબુસરના ઉદ્યોગો માટે અનેક લાભદાયક જાહેરાતો કરવામાં આવી છે

New Update
  • નાણા પ્રધાને બજેટ કર્યું રજૂ

  • બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈ

  • ભરૂચ અંકલેશ્વર માટે કરવામાં આવી જાહેરાત

  • ભાડભૂત બેરેજ-જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક માટે રૂપિયા ફાળવાયા

  • ભરૂચ- અંકલેશ્વરમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરાશે

Advertisment
રાજ્યના રજુ થયેલા સામાન્ય બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં ભાડભુત બેરેજ યોજના, અંકલેશ્વર અને જંબુસરના ઉદ્યોગો માટે અનેક લાભદાયક જાહેરાતો કરવામાં આવી છે

નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા આજરોજ વિધાનસભાગૃહમાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે આપણે નજર કરીશું ભરૂચ જિલ્લા માટે આ બજેટમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે.સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભાડભુત બેરેજ યોજના માટે વધારાના રૂપિયા 876 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા આ બેરેજનું કામ હાલ પ્રગતિમાં છે.

આ તરફ બજેટમાં ઉદ્યોગો માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે અંકલેશ્વર સાથે સરીગામ, વાપી અને સુરત ખાતે ચાલુ તેમજ અમદાવાદ અને જંબુસર તેમજ સાયખાના નવા ડીપ-સી પ્રોજેક્ટ માટે રૂપિયા 785 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ સાથે જંબુસરમાં નિર્માણ પામી રહેલ બલ્કડ્રગ પાર્કને વિકસાવવા માટે રૂ.290 કરોડ તેમજ 42 કિલોમીટરની લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે 225 કરોડ એમ કુલ રૂપિયા 515 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ તરફ રાજ્ય સરકારે ઔદ્યોગિક વિસ્તારોને જોડતા કુલ ૬૩ રસ્તાઓની સુધારણા મજબુતરીકરણની કામગીરી માટે રૂપિયા 528 કરોડની જોગવાઈ કરી છે આ રસ્તાઓમાં ભરૂચ અને અંકલેશ્વરના રસ્તાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર અને ભરૂચમાં વધતા જતા હવા પ્રદુષણને ધ્યાનમાં રાખી અન્ય જિલ્લાઓની જેમ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ હાથ ધરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અંકલેશ્વરમાં નવી રજીસ્ટર કચેરીનું પણ નિર્માણ કરવામાં આવશે.આમ બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે જેને ઉદ્યોગપતિઓ આવકારી રહ્યા છે.
Advertisment