ભરૂચ: જંબુસરમાં પુરઅસરગ્રસ્તોની વ્હારે આવ્યા વિદ્યાર્થીઓ,300 પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ

ભરૂચના જંબુસર ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પૂર અસરગ્રસ્તોની વધારે આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી 300 જેટલા પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચના જંબુસર ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પૂર અસરગ્રસ્તોની વધારે આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી 300 જેટલા પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું

અતિવૃષ્ટિના કારણે ભરૂચના જંબુસરમાં નીચાણવાળા વિસ્તારમાં જનજીવન ખોરવાતા નવયુગ વિદ્યાલયના  જી.એસ.ઓમ ચોકસી, હેમરાજસિંહ ગોહિલ એલ. આર. અદિતિ  રાવળ , દૈવી પટેલે શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પેકેટ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે આહવાન કરતા દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જે વિસ્તારમાં પાણી ભરાયા હતા એ વિસ્તારના જરૂરિયાત મંદ લોકોને ત્યાં જઈને ફૂડ પેકેટ તથા બિસ્કીટનું વિતરણ કર્યું હતું.વિદ્યાર્થીઓ દ્વારા 300 પરિવારને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ પૂરના પાણી જોવા ગયા હતા તે દરમિયાન તેઓને જરૂરિયાત મંદોને ખાદ્ય સામગ્રીનો વિતરણ કરવાનો વિચાર આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓના સેવા કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે
Latest Stories