અંકલેશ્વર: સારંગપુર પાટીયા નજીકથી ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, એક આરોપીની અટકાયત

સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો

New Update
  • અંકલેશ્વરમાં એસ.ઓ.જી.પોલીસની કાર્યવાહી

  • ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

  • ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયો

  • એક આરોપીની પોલીસે કરી અટકાયત

  • રૂ.3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરાય

Advertisment
ભરૂચ એસ.ઓ.જીએ ઝઘડિયા-અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસેથી શંકાસ્પદ એસ.એસનો ભંગાર  ભરેલ ટેમ્પો મળી કુલ ૩.૭૩ લાખના મુદ્દામાલ સાથે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા જી.આઈ.ડી.સી.થી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વરના કાપોદ્રા રોડ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે ઝઘડિયા-અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો.
પોલીસે ભડકોદ્રા ગામની ગ્રીન વેલી રો-હાઉસમાં રહેતો ચાલક મોહમંદ વસીમ મોહમંદ ઈસા ખાનની ભંગાર અંગે પુછપરછ કરતા તે ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની નુબર્ગ એન્જીનીયરીંગ ખાતેથી નોબલ માર્કેટના સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ઈસરાર ઉર્ફે સોનુંએ ભરાવ્યું હોવાનું જણાવ્યું હતું.પોલીસે ૫૭૮૦ કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ ૩.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો.
Latest Stories