અંકલેશ્વર: સર્વોદય નગરના 2 મકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો

તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ મકાનમાં સામાન વેર વિખેર કરી પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા ચોરી અંગે મકાન માલિકોએ પોલીસ મથકે જાણ કરી

New Update
Advertisment
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • સર્વોદય નગરમાં તસ્કરો ત્રાટકયા

  • 2 મકાનમાં તસ્કરોએ કરી ચોરી

  • વહેલી સવારે બન્યો બનાવ

  • પોલીસે તપાસ હાથ ધરી

Advertisment
અંકલેશ્વરના સર્વોદય નગરમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના સર્વોદય નગરમાં રહેતા સઈદ શેખ પોતાના ઘરે પરિવાર સાથે આજરોજ વહેલી સવારે સુઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ મકાનમાં સામાન વેર વિખેર કરી પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જયારે તસ્કરો આ જ સોસાયટીમાં અન્ય મકાનને પણ નિશાન બનાવી ત્યાંથી પણ સામાન ચોરી કરી જતા રહ્યા હતા.ચોરી અંગે મકાન માલિકોએ પોલીસ મથકે જાણ કરી હતી.
Latest Stories