ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ઉત્સવરૂપ “તુલસી વિવાહ”ની ભરૂચ અને અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.

New Update
  • દેવપ્રબોધિની એકાદશીના પવિત્ર અવસરની ઉજવણી કરાય

  • ભરૂચ-અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ઉજવણીનું આયોજન

  • ચાવજ ગામે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહની ઉજવણી

  • પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજના લોકો જોડાયા

  • અંકલેશ્વરના નારાયણ મંદિરે પણ તુલસી વિવાહની ઉજવણી

ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. તો બીજી તરફઅંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત નારાયણ મંદિર ખાતે પણ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છેત્યારે આ વર્ષે પણ ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહ પ્રસંગ યોજાયો હતો. હલદરવા ગામના નિવાસી કમલેશ બોળીયાના નિવાસસ્થાનેથી ભગવાનની જાન-જોડી ચાવજ મુકામે ભોજા મેર ભરવાડના નિવાસસ્થાને પહોચી હતી. બેન્ડવાજા સાથે જાન ચાવજ ગામે આવી પહોચતા લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ તુલસી વિવાહમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈ-બહેનો રાસ ગરબે ઘૂમી તુલસી વિવાહ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

તો બીજી તરફદેવપ્રબોધિની એકાદશીના પવિત્ર અવસરે અંકલેશ્વર શહેરના પંચાટી બજાર સ્થિત નારાયણ મંદિર ખાતે પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ઉત્સવરૂપ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતીજ્યાં ધર્મસંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ એવા તુલસી વિવાહ અને દેવઉઠીની એકાદશીના શુભ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Latest Stories