New Update
ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો
અંકલેશ્વર-હાંસોટમાં કમોસમી વરસાદ
વહેલી સવારે વરસાદ વરસ્યો
માવઠાના કારણે ખેતીના પાકમાં નુકશાન
ત્રણ ઋતુનો અનુભવ
અંકલેશ્વર-હાંસોટ પંથકના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો.આજે વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું
અંકલેશ્વર–હાંસોટ પંથકમાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા.હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો હતો. સવારમાં ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ અચાનક વરસેલા વરસાદને કારણે લોકોએ ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો.ફેબ્રુઆરી માસના મધ્યભાગમાં પડેલા માવઠાને કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી. તાપમાનમાં થયેલા ઉતાર-ચઢાવને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
Latest Stories