New Update
ભરૂચના જંબુસર તાલુકાના છીદ્રા તેમજ ઝામડી ગામે છેલ્લા 20 દિવસથી જંગલી પશુ આંતક મચાવી રહ્યા છે.રાતના સમયે બકરાનું મારણ કરી અંધારામાં ઓઝલ થઈ જાય છે ત્યારે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચના જંબુસર તાલુકાના છિદ્રા ગામમાં છેલ્લા 20 દિવસથી પશુપાલકોના બકરાનો જંગલી જાનવર રાત્રિના સમયે શિકાર કરીને અંધારામાં ઓઝલ થઈ જાય છે.જંગલી જાનવરના પંજાના ફોટા પાડી જંગલ ખાતાના અધિકારીને મોકલવામાં આવ્યા હતા જેના પગલે વન વિભાગ દ્વારા ગામમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે.જંગલી જાનવરના આતંકના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.રાત્રીમાં સમયે ગ્રામજનો ટોર્ચ અને દંડાના સહારે પહેરો ભરે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જંગલી જાનવર ઝરખ અથવા તો વરુ હોવું જોઈએ જે છેલ્લા 20 દિવસથી 2 ગામોમાં આતંક મચાવી રહ્યું છે ત્યારે વન વિભાગ આ જંગલી જાનવરને પકડી ગ્રામજનોને સુરક્ષા પ્રદાન કરે એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories