અંકલેશ્વર: પાનોલીમાં નવનિર્મિત કંપનીની ચીમનીનાં બાંધકામ સમયે 30 મીટરની ઉંચાઈ પર શ્રમજીવી ફસાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીમાં નવ નિર્મિત એક કંપનીમાં ચીમનીનાં બાંધકામની કામગીરી ચાલી રહી હતી.

New Update

પાનોલીમાં કંપનીનાં ચીમનીના કામ દરમિયાન સર્જાઈ ઘટના

30 મીટર ઉંચાઈ પર કામ કરી રહ્યા હતા શ્રમજીવીઓ 

અચાનક સ્ટ્રક્ચર નીચે પડતા શ્રમજીવીઓ ફસાયા 

ફાયર વિભાગે ક્રેઈનની મદદથી કામદારોનું કર્યું રેસ્ક્યુ   

શ્રમજીવીઓને સલામત રીતે નીચે ઉતારતા હાશકારો 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઇડીસી ખાતેનવ નિર્મિત કંપનીમાં ચીમનીનું કામ ચાલી રહ્યું હતું ,તે દરમિયાન 30 મીટરની ઉંચાઈએથી અચાનક સ્ટ્રક્ચર નીચે પડતા શ્રમજીવીઓ ફસાયા હતા,અને ફાયર વિભાગે ક્રેઈનની મદદથી શ્રમજીવીઓનું રેસ્ક્યુ કર્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીમાં નવ નિર્મિત એક કંપનીમાં ચીમનીનાં બાંધકામની કામગીરી ચાલી રહી હતી.અને શ્રમજીવીઓ 30 મીટરની ઉંચાઈ પર કામ કરી રહ્યા હતા,તે દરમિયાન અચાનક સ્ટ્રક્ચર નીચે પડતા શ્રમજીવીઓ 30 મીટરની ઉંચાઈ પર ફસાયા હતા.ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ ક્રેઈનની મદદથી ઉંચાઈ પર ફસાયેલા શ્રમજીવીઓને હેમખેમ નીચે ઉતારવામાં આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
Latest Stories