/connect-gujarat/media/media_files/2025/10/08/suicide-2025-10-08-16-20-08.jpg)
ભરૂચ શહેરની જંબુસર બાયપાસ ચોકડી નજીક મોના શોપિંગ સેન્ટરમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ ઓડિશા અને હાલ દહેજ GIDC ખાતે MRF કંપનીમાં નોકરી કરતાં 25 વર્ષીય આશિષ નાહક નામના યુવાને અગમ્ય કારણસરો ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક મોના શોપિંગ સેન્ટરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બનાવની જાણ થતાં જ ભરૂચ બી’ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવાને આત્મહત્યા કરી છે, તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ કોઈ વ્યક્તિગત તણાવ કે, માનસિક દબાણના પગલે યુવાને અંતિમ પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોતનો નોંધી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.