Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોર્પોરેશનના રોગજન્ય પાણી પીવાથી માતાએ દીકરી ગુમાવી, AAPએ મનપા પહોંચી માંગ્યો ખુલાસો

ભાવનગર શહેરમાં આવેલ A ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ વાલ્મિકી વાસમાં રહેતા ચકુબેન ચૌહાણે પોતાની તાજી જન્મેલી દીકરી ગુમાવી હતી

X

ભાવનગર શહેરમાં આવેલ A ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ વાલ્મિકી વાસમાં રહેતા ચકુબેન ચૌહાણે પોતાની તાજી જન્મેલી દીકરી ગુમાવી હતી તેના પાછળનું કારણ ભાવનગર કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાના પાણી છે.

સંપૂર્ણ માહિતી આ પ્રકારની છે છેલ્લા અઠવાડિયાથી ભાવનગર શહેરમાં આવેલ A ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ વાલ્મીકિ વાસમાં રોગજન્ય પીવાનું પાણી કોર્પોરેશન દ્વારા સપ્લાય કરવામાં આવે છે જેના પીવાથી તે વિસ્તારના 60 થી વધુ લોકોને ઝાડા ઉલટી થયા હતા .નવ વર્ષ પછી સગર્ભા થયેલી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ બાળકી ઝાડા પી જવાના કારણે મૃત પામી હતી. સમગ્ર ઘટના પછી પણ તંત્રની આંખ નહિ ખુલતા આમ આદમી પાર્ટી આજે કોર્પોરેશન ઓફિસ પહોંચી હતી .આપના પ્રમુખ મહિપાલસિંહ ઝાલા દ્વારા પહેલા વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ અધિકારી દેવમુરારીની ચેમ્બરમાં ગયા અને પૂછવામા આવ્યુ કે તમને આ દીકરીની મોતનું કારણ પાણી જન્ય રોગ છે..? ત્યારે અધિકારી દેવમુરારીએ જણાવ્યુ કે અમે પાણીના સેમ્પલ લઈને ચેક કરાવ્યા છે અને તે પીવા લાયક છે અને આ જ રાગ અધિકારીએ અગાઉ અલાપીને એક વર્તમાન પત્રમા પાણી પીવાલાયક છે ની ક્લીન ચીટ આપી દીધી હતી .આપના પ્રમુખે તેનો વિરોધ કર્યો અને અધિકારીને જણાવ્યુ કે તમે જે રિપોર્ટ કરાવ્યા છે તેમ થઈ ફક્ત અને ફક્ત પાણી pH , ટર્બીડીટી , અને ક્લોરીન લેવલ છે જેમાંથી આ નક્કી નથી થતુ કે આ પાણી બેક્ટેરિયા કે વાયરસ મુક્ત પણ છે.જેનો જવાબ અધિકારી દેવમુરારી પાસે ન હતો. મામલો ગરમાતા ડેપ્યુટી કમિશનર વી.એમ રાજપૂત પાસે પહોંચ્યો હતો. જ્યાં ડેપ્યુટી કમિશ્નર દ્વારા પણ અધિકારીઓનો લુલો બચાવ કરવામાં આવ્યો હતો .

આમ આદમી પાર્ટીનો મુદ્દો સાચો હોવાના કારણે બે કલાક સુધી ડેપ્યુટી કમિશનર ચેમ્બરમાં મથામણ બાદ ડેપ્યુટી કમિશ્નરે આડકતરું સ્વીકાર્યું કે ક્યાંકને ક્યાંક જે ક્લીન ચિટ દેવામાં આવી હતી કે પાણી પીવા લાયક છે તે ખોટું હતુ .આમ આદમી પાર્ટી દ્વારા બાંહેધરી લેવા આવી કે જ્યાં સુધી લેબનો ચોક્કસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી વાલ્મિકી વાસ વિસ્તારમાં પીવાના પાણીના ચોખ્ખા ટેન્કર કોર્પોરેશન મોકલશે, પરંતુ ડેપ્યુટી કમિશનર તે જવાબ દેવામાં સક્ષમ ન રહ્યા કે બાળકી જે મૃત પામી છે તેનુ કોણ જવાબદાર..?

Next Story