Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પ્રાકૃતિક ખેતી અંગે ધરતીપુત્રોને માર્ગદર્શન આપતી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદ "પ્રિ-વાઇબ્રન્ટ સમિટ"

દેશના ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે,

ભાવનગર : પ્રાકૃતિક ખેતી અંગે ધરતીપુત્રોને માર્ગદર્શન આપતી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ
X

દેશના ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે તેને વાસ્તવમાં સાકાર કરવાં માટે ખેડૂતો વિવિધ કૃષિ પદ્ધતિઓ અને સંશોધનોના ઉપયોગ દ્વારા પોતાની કૃષિ આવકમાં વધારો કરી શકે તે માટે રાષ્ટ્રીય કક્ષાની પરિષદ ગુજરાતના આણંદ ખાતે યોજાઈ હતી. તે અંતર્ગત ભાવનગરના મોતી બાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ પરિષદના સમાપનના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશનું માર્ગદર્શન કર્યું હતું. વડાપ્રધાનએ આ અવસરે જણાવ્યું કે, આ પરિષદ દેશના ખેડૂતોનો કાયાકલ્પ કરવામાં આ પરિષદ મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતમાં થયેલા કૃષિ પ્રયોગો દેશનું દિશાદર્શન કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિના જે પ્રયોગો કર્યા છે, તેનો લાભ સમગ્ર દેશના ખેડૂતોને મળશે. વડાપ્રધાનએ રાજ્યપાલના આ પ્રયત્નો માટે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાનએ જણાવ્યું કે, નવા પડકારો સામે સુસજ્જ થઈ બીજથી બજાર સુધી નવા ઢાંચામાં ઢળવાનો આ સમય છે. પી.એમ. સન્માન નીધિ, સિંચાઈ, બીજ ઉત્પાદન, કૃષિ પેદાશના સંગ્રહ ડેપો વગેરેની દેશમાં વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તદુપરાંત પશુપાલન, મધુમક્ષિકાપાલન, મચ્છીપાલન જેવાં વૈકલ્પિક વ્યવસાયો દ્વારા પણ કૃષિકારોની આવક વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

Next Story