ભાવનગર : ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકમાં CCTV કેમેરા-ડેટા સાચવવા અંગે તંત્રનું જાહેરનામું

સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પીસી એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા દરખાસ્ત થતા બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ ૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ કિલનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા અંગેનુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતિય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૬/૦૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT