/connect-gujarat/media/post_banners/22388849ed7126859c2d0bc069e889cb1b714071d0d63a9ea15dbfe8e4543f2b.jpg)
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વે ભાવનગર પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્યો દ્વારા આયોજન કરેલા દહીં હાંડી અને મેળાના કાર્યક્રમમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ભાવનગર આવી પહોચ્યા હતા જેમાં તેમની સાથે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા અને સાંસદ ભારતીબેન શિયાળ પણ ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગર આવી પહોચેલા મુખ્યમંત્રી પ્રથમ જીતુભાઈ વાઘાણી દ્વારા આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં બોરતળાવ ખાતે પહોચ્યા હતા અને મટકી ફોડ કાર્યક્રમને નિહાળી દહીં હાંડીના ગોવિંદાઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા ત્યારબાદ તેઓ વિભાવરીબેન દવે પ્રેરિત ત્રિ-દિવસીય મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ખ્યાતનામ કલાકાર કીર્તિ સાગઠીયા સહિતના વિવિધ કલાકારો દ્વારા વિવિધ ગીતોની રમઝટનો આનંદ લીધો હતો. જયારે મુખ્યમંત્રીએ ખ્યાતનામ કલાકાર કીર્તિ સાગઠીયાને પ્રોત્સાહિત કરતા આશીર્વાદ પાઠવ્યા હતા. ત્રિ-દિવસીય મેળાના અંતિમ દિને હજારો લોકોની જનમેદની આ ભવ્ય કાર્યક્રમને માણવા જવાહર મેદાન ખાતે ઉપસ્થિત રહી હતી.