Connect Gujarat
ગુજરાત

ભાવનગર : અલંગ-બાબરવા ખાતે સાહિત્યકારોના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું...

અલંગ બાબરવા ખાતે છગનદાદા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં દાતા કેશુ ગોટીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું.

ભાવનગર : અલંગ-બાબરવા ખાતે સાહિત્યકારોના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું...
X

ભાવનગર ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાર અંતર્ગત અલંગ બાબરવા ખાતે છગનદાદા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં દાતા કેશુ ગોટીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું.

કર્મયોગી સંસ્થા કાશીબા હરિભાઈ ગોટી સંસ્થાના સંકલન પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે લોકશાળા મણારમાં છાત્રાલય સુવિધા પ્રાપ્ત થઈ છે. આ લોકાર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરીએ શિક્ષણ માટે અપાયેલ દાનને બિરદાવ્યું અને ખેતી સાથે પ્રકૃતિના વિકાસ માટેની અહીંની પ્રવૃત્તિમાં સૌ સહયોગીનું કામ ઉત્તમ ગણાવ્યું. કર્મયોગી સંસ્થાના પ્રેરક દાતા કેશુ ગોટીએ છગનદાદાના સમાજસેવાના કાર્યોમાં સંઘર્ષ વગરની ભૂમિકા પ્રત્યે વંદનાભાવ વ્યક્ત કર્યો અને રાષ્ટ્રીય પ્રતિભાઓને જ્ઞાતિના સીમિત વર્તુળોમાં બિરદાવવાની દાનતને ભારપૂર્વક વખોડી. તેમણે શ્રી અરુણભાઈ દવે દ્વારા આ છાત્રાલય માટે થયેલા સંવાદોનો ઉલ્લેખ કરી આ અભિયાન વિશે પણ વાત કરી. પીડીલાઈટ ઉદ્યોગના પૂરક દાન સાથે નિર્મિત આ છાત્રાલયના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે અગ્રણીઓ દયાળ વાઘાણી, નીતિન ગુજરાતી તથા દેવરાજ ગોપાણીએ પોતાના ઉદબોધનોમાં પ્રેરક વાતો કરી હતી.

Next Story