ભાવનગર : ઘરેલુ ઝઘડામાં ઉશ્કેરાયેલા સસરા’એ જ જમાઈનું ઢીમ ઢાળી દીધું, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે છેલ્લા 3 વર્ષથી શરદ રાઠોરની પત્ની પિયરમાં રહેતી હતી. જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

New Update
  • દેસાઈનગર વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી

  • ઘરેલુ ઝઘડાના કારણે સસરાએ જ જમાઈની હત્યા કરી

  • છેલ્લા 3 વર્ષથી મૃતકની પત્ની પિયરમાં જ રહેતી હતી

  • બન્ને પક્ષના લોકો સામસામે આવતા મામલો ગરમાયો

  • હત્યા મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ આદરી

ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે સસરાએ જમાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે છેલ્લા 3 વર્ષથી શરદ રાઠોરની પત્ની પિયરમાં રહેતી હતી. જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. જોકેમુદત હોવાથી બન્ને પક્ષના લોકો દેસાઈનગર વિસ્તારમાં સામે આવતા ઝઘડો થયો હતો. જેમાં સસરા મનસુખ પરમારે ઉશ્કેરાઈ જઈ જમાઈ શરદ રાઠોડ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

Latest Stories