/connect-gujarat/media/post_banners/eab65c2299cd97f221dbe80318fb6dc5a864c6f9824740ee8a1b667f868a1423.jpg)
રાજયમાં લવ જેહાદ અંગે નવો કાયદો ઘડવામાં આવ્યો હોવા છતાં વિધર્મી લગ્નના બનાવો સામે આવી રહયાં છે. ભાવનગરના પાલિતાણામાં પણ વિધર્મી યુવાન હીંદુ યુવતીને ભગાડી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાલીતાણા તથા અન્ય શહેરોમાં બનેલી લવ જેહાદની ઘટનાઓ બાબતે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ પોતાની ખોટી ઓળખ બતાવવી, ખોટા દસ્તાવેજો બનાવી યુવતીઓને ભોળવી તેની સાથે લગ્ન અને ધર્મપરિવર્તન કરાવવું ગુનો છે. આવી ઘટનાઓમાં હવે ગુજરાત પોલીસ કોઈ પ્રકારની છૂટ નહિ આપે. લવજેહાદ ને પ્રોત્સાહન આપવા અનેક વિધર્મીઓ બહુ મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે અને આવા તત્વો સામે સરકાર કડકાઇથી કામ લેશે. બીજી તરફ તેમણે વાલીઓને પણ તેમની દીકરીઓની કાળજી લેવા અપીલ કરી છે.