ભાવનગર શહેરમાં રસ્તાના ખસ્તા હાલ
31 પૈકી 21 રોડનું સમારકામ કરાયું
રિપેરીંગમાં ગોબાચારીના કોંગ્રે સના આક્ષેપ
રિપેર કરાયેલા રોડ એક જ દિવસમાં બિસ્માર બન્યા
કલેકટરને ખોટો રિપોર્ટ આપ્યો હોવાના પણ આક્ષેપ
ભાવનગર મહાનગર પાલિકા રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેકટર અને માહિતી વિભાગને શહેરના બિસ્માર રોડને રીપેરીંગ કરાયા અંગે લિસ્ટ આપવામાં આવ્યું હતું. જેમાં ૨૧ રોડ રીપેર કરાયા હોવાનું જણાવાયું હતું.પરંતુ મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેકટર માહિતી વિભાગને ૨૧ રોડ રીપેરીંગ કરાયાની માહિતી ખોટી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
રાજ્યમાં રોડ રસ્તાની પરિસ્થિતિને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરેક મહાનગર પાલિકા પાસે લોકોને પડતી મુશ્કેલી ઝડપથી દૂર કરવા અને બિસ્માર બનેલા રોડ રસ્તા ઝડપથી રીપેરીંગ કરી સરકારમાં રિપોર્ટ કરવા સૂચના આપી હતી. ત્યારે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ૩૪ રોડ બિસ્માર બન્યા હોય અને જેમાં ખાડા પડી ગયા છે. તેમાંથી ૨૧ રોડમાં ખાડા પુરી રોડ રીપેર કર્યા હોવાની માહિતી જિલ્લા કલેકટર અને માહિતી વિભાગમાં આપી હતી. પરંતુ ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા ઝડપથી રોડ રીપેરીંગ કરી રિપોર્ટ આપવા માટે લોકોના ટેક્ષના લાખો રૂપિયા પરાજુ નાખી રોડ રિપેર કરાયા હતા. જે માત્ર એક જ દિવસમાં બિસ્માર બની ગયા હતા. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા હવે તો સરકારમાં પણ ખોટા રિપોર્ટ આપતા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો.
ભાવનગર શહેર રોડ રિપેરિંગ કરવાની માહિતી આપતા મનપા રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર રવિરાજ લિંબોલાએ જણાવ્યું હતું કે શહેરમાં ૩૪ માર્ગો બિસ્માર હોવાની ફરિયાદ થી તાત્કાલિક ધોરણે પરાજુ અને કોલ્ડ ડામર થી રિપેરિંગ કરવામાં આવ્યા છે. જ્યારે ૩૪ પૈકી ૨૧ રસ્તા રિપેરિંગ કરવામાં આવ્યા છે. જે અંગે જિલ્લા કલેકટર કચેરી અને માહિતી વિભાગ ભાવનગર મારફતે વિગત આપવામાં આવી હતી.