તળાજામાં નશાના કારોબારનો પર્દાફાશ
ઘરમાં છુપાવીને રાખ્યો હતો નશીલો પદાર્થ
અફીણ અને પોષડોડાનો જથ્થો ઝડપાયો
પોલીસે પિતા પુત્રની કરી ધરપકડ
13.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ
ભાવનગર જિલ્લાના તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં પોલીસે અફીણ અને પોષડોડાના જથ્થા સાથે પિતાપુત્રની ધરપકડ કરી હતી.અને રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખોજાવાડ વિસ્તારમાં પાંચેક વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય પરિવારના રહેણાંક સ્થળે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઘટનામાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી લીધી હતી.પોલીસે અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.નશીલા પદાર્થના કારોબારના પર્દાફાશ કરીને પોલીસે આરોપી આમીનખાન સરદારખાન પઠાણ,તેનો પુત્ર ચંદનખાન આમીનખાન પઠાણ રહે મૂળ રાજસ્થાનનાઓની ધરપકડ કરી હતી
જયારે અન્ય મધ્યપ્રદેશના બે આરોપી બળવંતસિંહ તથા જગદીશચંદ્રલાલ રામલાલનાઓ ને પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.આરોપીઓ વિરુદ્ધ પોલીસે NDPS એક્ટની કલમ હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.