ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લાભાર્થીઓને આવાસો લોકાર્પિત કરાયા...

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે

New Update
ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લાભાર્થીઓને આવાસો લોકાર્પિત કરાયા...

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ આવાસો લાભાર્થીઓને લોકાર્પિત કરવામાં આવ્યા હતા.

Advertisment

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેના આવાસો લાભાર્થીઓને ફાળવવા માટેના કોમ્પ્યુટરાઈઝ ડ્રો તથા તેનું ખાતમુર્હત મુખ્યમંત્રીના હસ્તે વર્ષ ૨૦૧૭ની ૭મી જૂનના રોજ કરવામાં આવ્યું હતું. આ યોજનામાં જુદાં-જુદાં ૯ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવ્યા છે. અગાઉ આ યોજના પૈકીના ૬ સ્થળો પર કુલ ૮૦૪ આવાસોના લોકાર્પણ કરી લાભાર્થીઓને આવાસોના કબ્જા ફાળવણી કરવામાં આવી હતી. જોકે, હવે ટી.પી. સ્કીમ હેઠળ સુભાષનગર ખાતે કુલ ૧૦૮૮ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ આવાસો લાભાર્થીઓને લોકાર્પિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સૌપ્રથમ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રીબીન કાપી તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલ આવાસોની કામગીરીનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ જેટલા પ્રતિકાત્મક લાભાર્થીઓને આવાસોની ચાવી સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મેયર કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ ડો. ભારતી શિયાળ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરી દવેની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહ્યા હતા.

Advertisment