Connect Gujarat
ગુજરાત

અગ્નિ વીરો માટે બનાસ ડેરીની મોટી જાહેરાત, મળશે નોકરીની તક..!

એક તરફ દેશના ઘણા રાજ્યોમાં અગ્નિ વીર યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ નાના મોટા ઉદ્યોગો પણ અગ્નિ વીરો માટે નોકરી જાહેરાત કરી રહ્યા છે

અગ્નિ વીરો માટે બનાસ ડેરીની મોટી જાહેરાત, મળશે નોકરીની તક..!
X

એક તરફ દેશના ઘણા રાજ્યોમાં અગ્નિ વીર યોજના નો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ નાના મોટા ઉદ્યોગો પણ અગ્નિ વીરો માટે નોકરી જાહેરાત કરી રહ્યા છે ત્યારે અગ્નિ વીર અને લઈને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે બનાસડેરી અગ્નિવીર યુવાનો માટે તાલીમ કેમ્પનું આયોજન કરશે. આ કેમ્પમાં અગ્નિ વીર યુવાનોને તાલીમ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે

આર્મીની નોકરીના 4 વર્ષ બાદ બનાસડેરી યુવાનોને નોકરીની તકમાં પહેલી પ્રાથમિકતા આપશે તેવો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે. ડેરીની અંદર અમારે 21 થી 22 વર્ષની ઉંમરની લોકોની ભરતી કરી જ રહ્યા છીએ. પણ અગ્નિ વીર યોજનાના સ્કિલ યુવાનો 4 વર્ષ પછી બનાસડેરીમાં કામ કરવાનું પસંદ કરશે તો અમે આવકારીએ છીએ. અમે આર્મી ની અંદર જે ગ્રેડ પર હોય તેનાથી એક ગ્રેડ વધુ આપી તેમની આવડતનો ઉપયોગ બનાસડેરીમાં કરી નોકરી આપીશું. તો બીજી તરફ CREDAI હોદ્દેદારોએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી અને અગ્નિપથ યોજના વિશે વિગતો મેળવી હતી. CREDAI ગુજરાતના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, "અમે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી અગ્નિપથ યોજના ને આવકારીએ છીએ. અમારી સેના શિસ્ત અને સમર્પણ માટે જાણીતી છે અને તે દર વર્ષે 50,000 યુવાનોને શારીરિક અને કૌશલ્ય તાલીમ આપશે. ઉપરાંત, સરકાર આ યુવાનોને ચાર વર્ષની તાલીમ દરમિયાન આકર્ષક પેકેજ આપશે અને તેઓને અગ્નવીર ગ્રેજ્યુએટ ડિગ્રી મળશે.

Next Story