Connect Gujarat
ગુજરાત

ભાજપે શરૂ કર્યો ચૂંટણીનો ધમધમાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત..!

રાજ્યમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી તૈયારી શરૂ કરી કરી દેવામાં આવી છે.

ભાજપે શરૂ કર્યો ચૂંટણીનો ધમધમાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત..!
X

એક તરફ રાજ્યમાં વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી તૈયારી શરૂ કરી કરી દેવામાં આવી છે. આગામી વર્ષે રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન કરાય રહ્યું છે.

અત્રે મહત્વનું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના ચહેરાને જ આગળ કરવામાં આવી શકે છે, ત્યારે આગામી વાઇબ્રન્ટ સમિટ બાદ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ આવી શકે છે. વડાપ્રધાન મોદીના પ્રવાસ માટેની કમલમમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીએ ભાજપ માટે કરો યા મરો સમાન બની રહેવાની છે. કારણે કે, આ વખતે નવા પક્ષ તરીકે આપ પાર્ટી પણ મેદાને છે, જ્યારે કોંગ્રેસમાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષથી લઈને વિપક્ષ નેતાની કમાન સિનીયર નેતાઓને સોંપવામાં આવી છે. તો બીજી તરફ અન્ય યુવા નેતાઓ પણ કોંગ્રેસ પક્ષમાં જોડાતા પક્ષ પહેલા કરતા વધુ મજબૂત જોવા મળી રહ્યો છે. આ તરફ ભાજપ પણ કાંચુ કાપવા માંગતું નથી. વિધાનસભાની ચૂંટણી પહેલા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આગામી માર્ચ મહિનાથી ચૂંટણી સુધી વડાપ્રધાન ગુજરાતમાં 12 જેટલા પ્રવાસ કરી શકે એવું માનવામાં આવી રહ્યું છે, ત્યારે કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રવાસ માટે તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી આગમી સમયમાં વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળી શકે છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શકે છે. ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીલક્ષી સભાનું આયોજન કરવામાં આવી શકે છે. જ્યારે મહિલાઓ માટે મહાસંમેલન યોજવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Next Story