/connect-gujarat/media/post_banners/aaea91770eec5f0916f96557bcd0b0d0d7d0db610396ed46ce6219e432c821be.webp)
બોરસદ તાલુકાનાં પલોલ ગામમાં યુવક સિંગલાવ રોડેથી બોરસદ તરફ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા આવી રહ્યો હતો ત્યારે રસ્તા પર રખડતી ગાયે હળફેટે લેતા પટકાયો હતો. તેની બાઇક પર પાછળ બેઠેલા તેમના ગામના એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી ત્યારે ધોરણ 12 ની પરીક્ષા આપવા જઇ રહેલા યુવકને ત્યાના સ્થાનિક રહીશ અને “કલ્પવૃક્ષ ફાઉન્ડેશન” ના સભ્યોને જાણ થતાં જ કોકોરાવ , જનક પટેલ, હરદીપસિંહ પઢિયાર અને સૌ મિત્રો પહોંચી સરકારી દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવવા લઇ ગયેલ અને બાદમાં તેઓને તેમના બોરસદના વાસણા ગામે પરીક્ષા કેન્દ્ર સુધી પણ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થી ગોસાઈ દીપગીરી જયંતીભાઈ રહે. પામોલ તેમની જોડે બેઠેલા દિનેશભાઈ રોહિત હતા તેમને પણ નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.