બોટાદ: ગઢડાના એક ગામમાં કૌટુંબિક ભાઈએ જ 13 વર્ષની માસૂમ બહેનને ચૂંથી નાખી

દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું

New Update
Botad Rape Case Accused Arrest

બોટાદના ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ગઢડા પોલીસે ગણતરીની કલાકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું છે.  

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે આશરે 13 વર્ષ ને નવ માસની સગીરાને ગઈ તારીખ 4 ડિસેમ્બર 2024ના રોજ એકાએક પેટમાં દુ:ખાવો થયો હતો. જેથી તેના માતા પિતા સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે સગીરાની તપાસ કરતાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેની ફરજ પરના ડોક્ટરે સગીરાના માતા-પિતાને જાણ કરી હતી.

Latest Stories