/connect-gujarat/media/post_banners/755d45e7dc452063635122b21b12089ecdb16da7591b5ce46d447b4488ed35dc.jpg)
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે અખાત્રીજના પવિત્ર દિને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ બપોર બાદ કેરીનો અન્નકૂટ ધરાવી મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના ભવ્ય શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.