બોટાદ : એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને રામ નામનો ફુલનો હાર-મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો...

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનીવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને રામ નામનો આંકડાના ફુલનો હાર તેમજ મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે એકાદશી નિમિત્તે ઉજવણી

  • કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો

  • શ્રી કષ્ટભંજનદેવને રામ નામનો આંકડાના ફુલનો હાર પહેરવાયો

  • દાદાને મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરીનેભાવિકો ધન્ય થયા

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનીવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને રામ નામનો આંકડાના ફુલનો હાર તેમજ મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને રામ નામનો આંકડાના ફુલનો હાર પહેરાવવામાં આવ્યો છે. આ સાથે જ શ્રી કષ્ટભંજન દેવની પ્રતિમાને મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. જોકેપવિત્ર એકાદશી નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.