સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર
ચલણી નોટોના વાઘા સાથેનો દિવ્ય શણગાર
ધનતેરસ નિમિત્તે કરાયો વિશેષ શણગાર
દાદાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી
બોટાદના સાળંગપુર ખાતેના પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ધનતેરસના પવન અવસર પ્રસંગે ચલણી નોટોના વાઘ સાથેનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
બોટાદના સાળંગપુરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં તારીખ 18 ઓક્ટોબર 2025, શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચલણી નોટના વાઘા તથા દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદા સમક્ષ ધન,આભૂષણો,મોતીની માળા વગેરે ધરાવામાં આવ્યા હતા.આજના શુભ દિવસે મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.જ્યારે સવારે 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી - અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.