Connect Gujarat
ગુજરાત

બોટાદ : બરવાળા કેમિકલ કાંડના ગંભીર ગુનામાં આરોપીને જામીન ન આપી શકાય, સરકારની ધારદાર દલીલ

બોટાદ : બરવાળા કેમિકલ કાંડના ગંભીર ગુનામાં આરોપીને જામીન ન આપી શકાય, સરકારની ધારદાર દલીલ
X

બોટાદ જિલ્લાના બરવાળા કેમિકલ કાંડ મામલે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકો આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાંથી કંપનીની 2 ડાયરેક્ટરોને કોર્ટે 18 ઓગસ્ટના રોજ રાહત આપી હતી. ચંદુ પટેલ અને પંકજ પટેલની વધુ ઉંમરના કારણે ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. બંને ડાયરેક્ટર આગોતરા જામીન માટે કરી અરજી કરી હતી. સમીર પટેલ અને અન્ય 1 ડાયરેક્ટરના જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

AMOS કંપનીના MD સમીર પટેલના જામીનને લઇને ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ધારદાર રજૂઆત કરીને કોર્ટમાં ટાંક્યું હતું કે, કંપનીમાંથી સપ્લાય થતાં મિથાઇલમાં આલ્કોહોલની ઘટ હતી, ઓડિટ રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. આરોપી જયેશને કંપનીમાંથી રૂપિયા 35 લાખ મળ્યા હતા. ગંભીર ગુનામાં આરોપીને જામીન ન આપી શકાય. બંને પક્ષની રજૂઆતો બાદ કોર્ટે જામીન અરજી પર વધુ સુનાવણી ટાળી સમય આપ્યો હતો. લુક આઉટ નોટિસ બાદ ડિરેક્ટર સમીર પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં અરજીમાં પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાની દલીલ કરતા કરી હતી. જેને કોર્ટે નકારી દીધી હતી. આ મામલે સરકારી વકીલે નિવેદન આપતા કહ્યું કે, આરોપીને વારંવાર બોલાવાયા છતાં હાજર રહ્યાં નથી, માનવવધનો ગુનાહિત કૃત્ય સહિતના ગુનામાં તપાસ ચાલુ છે. મૃતકો-અસરગ્રસ્તો માટે એમોસ કંપની-ડાયરેક્ટ સીધા જવાબદાર છે. કંપની દ્વારા મિથેનોલ અને આલ્કોહોલનું વેચાણ કરાતું હોવાનું કોર્ટે નોંધ્યું છે.

Next Story