-
હિંમતનગર-વિજાપુર હાઈવે સર્જાયો ગમખ્વાર અકસ્માત
-
કાર પલટી મારી જતાં વિદ્યાર્થીઓને નડ્યો હતો અકસ્માત
-
ધોરણ-12માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત
-
ગંભીર રીતે ઘાયલ થતાં 2 વિદ્યાર્થીઓ હાલ સારવાર હેઠળ
-
પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઈવે પર કાર પલટી મારી જતાં વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યાં હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર રોડ પર સતનગર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યાં હતા. રોમી સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કોપિયો કાર લઈને જમવા જતા હતા, ત્યારે ઓવર સ્પીડમાં દોડતી કારના સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કારે અચાનક નિયંત્રણ ગુમાવી ડેટા 4-5 પલટી મારી ગઈ હતી.
આ અકસ્માતની ગંભીરતા એટલી હતી કે, કારમાં સવાર 2 વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 2 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીઓ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે ગંભીર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.