Connect Gujarat
ગુજરાત

ઓમિક્રોનની ગામડામાં એન્ટ્રી : વિજાપુરના પિલવાઈમાં નોંધાયો ગુજરાતનો 5 ઓમિક્રોનનો કેસ

ઓમિક્રોનની ગામડામાં એન્ટ્રી : વિજાપુરના પિલવાઈમાં નોંધાયો ગુજરાતનો 5 ઓમિક્રોનનો કેસ
X

મહેસાણા જિલ્લાના વડનગરમાં એક આશા વર્કર મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હવે ગુજરાતમાં ઓમીક્રોનના 5 કેસ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો 5મો કેસ નોંધાયો હતો. વડનગરની એક આશા વર્કર મહિલાનો ઓમિક્રોન પોઝિટિવ આવતા હવે ગુજરાતમાં કુલ 5 કેસ ઓમીક્રોનના થઈ ગયા છે. આ આશા વર્કર મહિલા કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન વિગતો સામે આવી હતી. જેમાં તેનો ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. ઝિમ્બાબ્વેના આ મુસાફરના સંપર્ક આવેલ તમામ વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસ કરવા દરમિયાન રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ તંત્ર હવે દોડતું થઈ ગયું છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની ઝડપ વધારવામાં આવી છે. હવે આ દરમિયાન બીજા 10 વ્યક્તિના ઓમિક્રોન ટેસ્ટ કરાવાયા છે. તેના રિઝલ્ટ પરથી જ ખ્યાલ આવશે કે, હવે ગુજરાતમાં કેટલી ઝડપે ઓમીક્રોન ફેલાવવાનો છે. આ સંદર્ભે આજે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલનું નિવેદન આવ્યું હતું. તેમણે એ વાતની પુષ્ટિ કરી હતી કે, ઓમીક્રોન નવો કેસ નોંધાયો છે. હવે રાજ્યમાં કુલ 5 કેસ નોંધાયા છે. નોટ એટ રિસ્ક દેશમાંથી આવતા 2500 મુસાફરો ટેસ્ટ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, મહેસાણાના પોઝિટિવ આવેલા બહેનના સંબંધી ઝિમ્બામ્બેથી આવ્યા હતા. જેના તેઓ સતત સંપર્કમાં હતા. આ બેન સરકાર સાથે જ આશા વર્કર તરીકે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, બીજા રાજ્યમાં પણ કેસ પોઝિટિવ છે. ગુજરાતની સાપેક્ષે બીજા રાજ્યોમાં કેસ હજુ ઓછા છે.

Next Story