રોજગારી માટે રઝળપાટ કરતા લોકો
રોજગારીની શોધમાં અન્ય જિલ્લામાં પ્રયાણ
છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીનો અભાવ
દિવાળીના સમયમાં જ રોજગારી માટે વલખા
સૌરાષ્ટ્ર,કચ્છ સહિતના જિલ્લાઓ તરફ લોકોનું પ્રસ્થાન
છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાયો છે.સામી દિવાળીના પર્વમાં પણ આવકનો કોઈ સ્ત્રોત ન મળતા લોકો રોજગારીની શોધમાં સૌરાષ્ટ્ર,કચ્છ,સુરત સહિતના જિલ્લાઓ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં રોજગારી માટે કોઈ સ્ત્રોત ન હોય તેના માટે અહીંયાના લોકો રોજગારી મેળવવા માટે દર વર્ષે અન્ય જિલ્લા તરફ જવા મજબૂર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાંથી મહિલાઓ,વૃદ્ધો,યુવાનો રોજગારી મેળવવા માટે સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, વડોદરા, અમદાવાદ,સુરત તરફ જઈ રહ્યા છે. છોટાઉદેપુરમાંથી અન્ય જિલ્લામાં દિવાળીના સમયે જ રોજગારી માટે લોકો એક માત્ર એસટી બસના માધ્યમથી જ મજૂરી અર્થે જઈ રહ્યા છે.અને લોકોની માંગ છે કે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જ રોજગારી માટેના સ્ત્રોત ઉભા કરવામાં આવે જેથી સ્થાનિક કક્ષાએ જ લોકોને રોજગારી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે.