બોડેલી શહેરના અલીપુરા વિસ્તારની ઘટના
પાર્ક કરેલી કાર અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા
ચોરીની ઘટના નજીકમાં રહેલા CCTVમાં કેદ
કાર માલિકે બોડેલી પોલીસ મથકે જાણ કરી
તસ્કરોને ઝડપી લેવા પોલીસ દ્વારા કવાયત
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અલીપુરા વિસ્તારમાં પાર્ક કરેલી કાર અજાણ્યા ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. જોકે, ચોરીની ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં બોડેલી શહેરના ભર બજારમાંથી એક કાર ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બોડેલી એસટી. ડેપો નજીક અલીપુરા વિસ્તારમાં આવેલ નુરાની મસ્જિદ સામે પાર્ક કરેલી ઈક્કો કાર અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા. અંદાજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમો દ્વારા કાર ઉઠાવી જવાના દ્રશ્યો CCTV કેમેરામાં પણ કેદ થયા છે. તો બીજી તરફ, કાર ચોરીની ઘટના અંગે કાર માલિકે બોડેલી પોલીસ મથક ખાતે જાણ કરી હતી, તારે હાલ તો પોલીસે ચોરી થયેલી ઈકો કાર અને અજાણ્યા તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.