/connect-gujarat/media/post_banners/b903e32b686f297940e4adf461f95af184cd4ec58d7349250ad825dd2b98bea7.jpg)
ગુજરાતમાં વિકાસના દાવા ભલે થતાં હોય પણ આજે અમે તમને બતાવવા જઇ રહયાં છે એવી ઘટના કે તેને જોઇ આપ પણ કહી ઉઠશો કે શું આ વિકાસ છે.. આ ઘટના છોટાઉદેપુર જિલ્લાના ચંદનપુરા ગામની છે...
ગુજરાતમાં વિકાસ.. વિકાસ અને વિકાસની ચર્ચા છે પણ હજી કેટલાય ગામો એવાં છે કે જયાં જવા માટે રસ્તાઓનો અભાવ છે. લોકો જીવના જોખમે કોઝવે કે નદી પસાર કરીને આવતાં અને જતાં હોય છે. વિકાસથી વંચિત આવું એક ગામ એટલે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું ચંદનપુરા...
ચંદનપુરા ગામમાં રસ્તાના અભાવે બનેલી એક ઘટનામાં પ્રસુતાનો જીવ જોખમમાં મુકાય ગયો હતો. વાત એમ બની કે,ચંદનપુરાની લીલાબેન ભીલને પ્રસવ પીડા ઉપડી હતી જેથી તેના દાદાએ આશાવર્કરને જાણ કરી હતી. આશાવર્કર બહેને 108 એમ્બયુલન્સમાં જાણ કરી હતી જેથી 108ની એમ્બયુલન્સ ચંદનપુરા ગામે આવવા માટે રવાના થઇ હતી પરંતુ ગામમાં પ્રવેશતા પહેલાં એક લો-લેવલ કોઝવે આવે છે અને કોઝવે પરથી પાણી પસાર થઇ રહયાં હોવાથી એમ્બયુલન્સ પ્રસુતાના ઘર સુધી પહોંચી શકી ન હતી. અસહય પીડા વચ્ચે આખરે પ્રસુતા ચાલીને એમ્બયુલન્સ સુધી પહોંચી હતી. કોઝવે પર રાતના 4.30 વાગ્યે દાદા બેટરી મારી પ્રસુતાને રસ્તો બતાવી રહયાં હતો પ્રસુતા અસહય દર્દથી પીડાય રહી હતી. આશાવર્કર બહેન તેને હિંમત આપતી હતી આખરે કોઝવે પર 160 ડગલા જેટલુ઼ ચાલી પ્રસુતા એમ્બયુલન્સ સુધી પહોંચી હતી. પ્રસુતા ગામથી એક કીલોમીટર દુર દવાખાના સુધી પહોંચે તે પહેલાં જ તેણે એમ્બયુલન્સમાં જ નવજાત શિશુને જન્મ આપી દીધો હતો. આ કિસ્સો ગુજરાતમાં વિકાસના દાવાઓને પોકળ સાબિત કરી રહયો છે.