/connect-gujarat/media/post_banners/5504e2a60a5bf0a42cec2ba89701e1ffd31505d499cd3537e2ee3f7048168737.jpg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિજાતિ વિસ્તારને ૧૩૬ કરોડ રૂપિયાના પ૬ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું.
છોટાઉદેપુર જિલ્લામાં લોકાર્પણ કાર્યક્રમ માટે આવેલ સી.એમ ભૂપેન્દ્ર પટેલનું આદિવાસી પરંપરાગત નૃત્ય દ્રારા સ્વાગત કરવામા આવ્યું હતુ અને ત્યારબાદ છોટાઉદેપૂર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા માટે રૂ.૮૬.ર૧ કરોડની ૪ જૂથ પાણી પુરવઠા યોજનાઓ, ૧ર કરોડના ખર્ચે નવનિર્મિત ૩ જેટલા રોડ-રસ્તાના કામો તેમજ જિલ્લામાં જુદા જુદા ગામોમાં રૂ. ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી ર૯ નવી આંગણવાડીઓના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એસ.એમ. કોલેજના મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમમાં જળસંપત્તિ-પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજના લોકોને દેશ અને ગુજરાતના અન્ય સમાજો સાથે તેમને હરોળ મુકવાના છે. શિક્ષણની વાત હોય,પાણીની વાત હોય કે પછી અન્ય કોઈ પણ સમસ્યાની વાત હોય તેમને સગવડ પહોંચે તેમના માટે નો પ્રયત્ન કરવા મા આવી રહ્યો છે.
સીએમ ભુપેન્દ્ર પટેલ છોટાઉદેપુરનો કાર્યક્રમ પતાવી અચાનક કવાંટ તાલુકાના જામલી ખાતે વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતાના બેસણામાં પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.