છોટાઉદેપુર: સરદાર સુગર ફેક્ટરીમાં ખેડૂતોના રૂ.11.62 કરોડ 14 વર્ષથી ફસાયા, ધરતીપુત્રોમાં ભારે નારાજગી
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી, ખેડૂતોના રૂ.11.62 કરોડ 14 વર્ષથી ફસાયા.
છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય કાવાડવામાં ફસાયેલ સરદાર સુગર ફેકટરીમાં શેરડી આપતા ખેડૂતોના 11.62 કરોડ રૂપિયા 14 વર્ષ થવા છતા આજ દિન સુધી નથી મળી રહ્યા જેને લઈ વિસ્તારના લોકોમાં નારાજગી જોવાઈ રહી છે.
બોડેલી તાલુકાના ખેડૂતો કપાસ,મગફળી,મકાઇની ખેતી વર્ષોથી કરતાં જેમાં ખાસ ખેડૂતોને આવક મળતી ના હતી જેન લઈ આ વિસ્તારમાં લોકો શેરડીનો પાક કરે અને બમણી આવક મેળવે તે ધ્યાને લઈ જેતે વખતની સરકારે 1999ના વર્ષમાં આ વિસ્તાર માં સરદાર સુગર ફેકટરી નાખી.
આ વિસ્તારના લોકોએ પોતાની મહામૂલી જમીન પણ સરદાર સુગર બનાવવા માટે આપી. શેરડીનો પાક આ વિસ્તારના ખેડૂતો કરે તે માટે પ્રોત્સાહન પણ આપવા માં આવ્યું અને આ વિસ્તાર ના લોકો શેરડી ની ખેતી કરતાં થયા.ખેડૂતોને જેતે સમયે સારી એવી આવક પણ મળતી થઈ હતી.
સાથો સાથ આ વિસ્તારના યુવકોને સરદાર સુગરમાં કામ કરવાની તક મળતા રોજગારી પણ ઊભી થઈ હતી.સમય બદલાયો અને સારી કમાણી કરતી આ ફેક્ટરી રાજકારણીઓનો હાથો બની વારંવાર બોર્ડ બદલાયા,અધિકારીઓ બદલાયા અને મલાઇદાર આવક આવા લોકોએ પચાવી પાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને દુખની વાતએ બની કે આ ફેક્ટરી 2007માં બંધ કરી દેવામાં આવી છે.
આ ફેકટરી ના 17080 જેટલા સભાસદોએ જે શેરડી નાખી હતી તેના 11.62 કરોડ સલવાયા છે જેનું ચૂકવણું આજ દિન સુધી થયું નથી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. કેટલાય ખેડૂતો ના લાખો રૂપિયા ફસાતા તેમનું ઘર ચલાવું પણ મુસકેલ બન્યું છે. બેન્કો માથી લીધેલ લોન પણ ચૂકવી સકે તેમ નથી, જેથી ખેડૂતો ના હક્ક ના પૈસા તેમણે મળે તેવી આ વિસ્તાર ના ખેડૂતો માંગ કરી રહ્યા છે.