અરવલ્લી: મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવાય છે શ્રીજીની માટીની પ્રતિમા

અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે

New Update

અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે

હિંદુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે.. ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે,, પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી શકતી, તેથી માટી માંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે.આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બન્નેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલરકામ કરવામાં આવે છે.આ કલરની ખાસિયત એ હોય છે આ કલર પાણીમાં ઓગળી જાય છે. 
#Gujarat #CGNews #Aravalli #Modasa #idol #Soil #Ganesh Ji #clay artist #eco-friendly idols
Here are a few more articles:
Read the Next Article