કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આયોજન
પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાય
10 દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાય
રાજ્યના તમામ જીલ્લા-શહેર પ્રમુખોને માર્ગદર્શન અપાયું
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિ
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જુનાગઢના પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું હતું.
જુનાગઢમાં ભવનાથની તળેટીએ પ્રેરણાધામ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તા. 10 સપ્ટેમ્બરથી તા. 19 સપ્ટેમ્બર-2025 સુધી આ પ્રશિક્ષણ શિબિર યોજાય હતી. જેમાં 10 દિવસમાં રાજ્યના તમામ જીલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ત્યારે તા. 12મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટીવેશનલ સ્પીચ આપી માર્ગદર્શન કર્યું હતું. જોકે, ગતરોજ રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ ફ્લાઇટ રદ્દ થઈ હતી, જેથી રાહુલ ગાંધીએ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું હતું, ત્યારે આજરોજ પ્રશિક્ષણ શિબિરના સમાપન પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાજરી આપી હતી, જ્યાં તેઓએ આગામી સમયમાં કોંગ્રેસ લોકો વચ્ચે જશે, અને લોકોના પ્રશ્નોને ઉઠાવશે. તેમજ ગુજરાતની જનતાના કામ કરવા કોંગી આગેવાનો અને કાર્યકરોને સંકલ્પ લેવડાવ્યા હતા.