Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ હાર્દિક પટેલ પાસે માંગશે ખુલાસો,વાંચો કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે શું કહ્યું

નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે હાર્દિક પટેલે કરેલી ટિપ્પણી નો મામલો ગરમાયો છે.

કોંગ્રેસ હાર્દિક પટેલ પાસે માંગશે ખુલાસો,વાંચો કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે શું કહ્યું
X

નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે હાર્દિક પટેલે કરેલી ટિપ્પણી નો મામલો ગરમાયો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાર્દિક પટેલના નિવેદનથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિકના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, હાર્દિક પટેલ પાસેથી ખુલાસો લેવામાં આવશે. હાર્દિક પટેલને બોલાવીને તેમના નિવેદન અંગે પૂછીશું. નરેશ પટેલ જેવા સારા વ્યક્તિનું કોંગ્રેસમાં સ્વાગત છે. કોંગ્રેસ સામેથી એમને લેવાની વાત કરતી હોય ત્યારે અપમાન નથી. નરેશ પટેલ સમાજના કહેવા મુજબ રાજનીતિમાં આવવાનો નિર્ણય લેશે. જ્યાં સુધી નરેશભાઈ નિર્ણય ના લે ત્યાં સુધી કોંગ્રેસ ખુલાસો ના કરી શકે. હાર્દિક પટેલનો પોતાનો વિચાર હોઈ શકે છે.

ક્યારે નિર્ણય લેવોએ નરેશભાઇ નક્કી કરશે રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે હાર્દિક પટેલે સૂચક નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે, 2017 પછી મારો ક્ષમતા મુજબ ઉપયોગ નથી થયો. પાટીદાર આંદોલનથી કોંગ્રેસને ફાયદો થયો હતો. કોંગ્રેસે અમારી ક્ષમતા મુજબ યોગ્ય ઉપયોગ ન કર્યો. કોંગ્રેસના લોકો માને છે કે અમારો ઉપયોગ ન થયો. હું માનું છું કે અમારો ઉપયોગ થવો જોઈતો હતો. લોકસભા અને તાલુકા-જિલ્લાની ચૂંટણીમાં પણ અમારો ઉપયોગ ન થયો.

Next Story