Connect Gujarat
ગુજરાત

સી.આર.પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અંગે આપેલા વકતવ્ય પર વિવાદ,જુઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શું કર્યા પ્રહાર

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

X

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. પાટીલે કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું વક્તવ્ય આપ્યું હતું આ મામલે કોંગ્રેસ અને આપ દ્વારા તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે

પોરબંદરના માધવપુરમાં ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રુકમણી લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે ત્યારે આ મેળામાં પહોંચી ગયેલા સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ભાંગરો વાટ્યો હતો. સંબોધનની શરૂઆતમાં એમણે કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા ત્યારબાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહી ગયા બાદ પાટીલે રુકમણીનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આવો સાંભળીએ સી.આર.પાટિલે શું કહ્યું હતું

હવે આ બાબતે વિવાદ વધી રહ્યો છે. સી.આર. પાટીલના નિવેદનનો અર્જુન મોઢવાડિયાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, જેમને એ ખબર નથી કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનો સંબંધ શું છે. તે આજે હિન્દુ ધર્મના ઠેકેદારો બનીને ફરે છે. પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીને પતિ-પત્ની બનાવીને ભાઇ બહેનના પવિત્ર સંબંધ લાંછન લગાડ્યું છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવવા માટે સી.આર પાટીલ માફી માંગે.તો બીજી બાજુ આપ પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે પણ કહ્યું કે આ નિવેદન વિવાદાસ્પદ છે સુભદ્રા ભગવાન કૃષ્ણનાં બહેન હતા સીઆર પાટીલને કોઈ ગ્રંથનો ઇતિહાસ ખબર નથી અને તેઓની અજ્ઞાનતા સામે આવી છે.

Next Story