Connect Gujarat
ગુજરાત

દાહોદ : જેકોટ નજીક એમ્બ્યુલન્સ બ્રિજ નીચે ખાબકી, ચાલકને ઈજા...

એમ્બ્યુલન્સમાં સવાર ચાલકને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે એમ્બ્યુલન્સમાં અન્ય કોઈ દર્દી સવાર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

દાહોદ : જેકોટ નજીક એમ્બ્યુલન્સ બ્રિજ નીચે ખાબકી, ચાલકને ઈજા...
X

દાહોદ તાલુકાના જેકોટ નજીક ખાનગી એમ્બ્યુલન્સને અકસ્માત નડતા એમ્બ્યુલન્સમાં સવાર ચાલકને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે એમ્બ્યુલન્સમાં અન્ય કોઈ દર્દી સવાર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી અનુસાર, દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર સવારના સુમારે ખાનગી એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી. તે દરમ્યાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા એમ્બુલન્સ બ્રિજની સાઇડ વોલ તોડી બ્રિજ નીચે ખાબકી હતી, ત્યારે આ ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર ચાલકને શરીરે ઈજાઓ પહોચી હતી. બનાવના પગલે સ્થાનિકોએ એમ્બ્યુલન્સમાં ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, સદનસીબે એમ્બ્યુલન્સમાં અન્ય કોઈ દર્દી સવાર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

Next Story