દાહોદ : બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસનો મામલો, દાગીના સાથે વધુ 2 આરોપીઓ મુંબઈથી ઝડપાયા...

દાહોદ જિલ્લાના બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસ મામલે પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.

New Update
દાહોદ : બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસનો મામલો, દાગીના સાથે વધુ 2 આરોપીઓ મુંબઈથી ઝડપાયા...

દાહોદ જિલ્લાના બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસ મામલે પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં સોનાના દાગીના ગીરવી મુકનાર 2 ઈસમોની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.

દાહોદ શહેરના દેસાઇવાડ વિસ્તારમાં રહેતા મિલાપ શાહની નેપાળના ધમબોજી ગામના સુરજ રમેશસિંહ કેશી દ્વારા મિલાપના સગા સંબંધીના ફ્લેટમાં છરાના ઘાતકી ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ પ્રકરણમાં પોલીસે સુરજ સાથે મુંબઇના બોઇસરના રણજીત રવિન્દ્રનાથ પોલની પણ ધરપકડ કરી હતી. 10 દિવસના રિમાન્ડ દરમિયાન પીઆઇ અનિરૂદ્ધ પઢિયાર સહિતનો સ્ટાફ સુરજ અને રણજીતને લઇને મુંબઇ ગયો હતો, જ્યાં તલસ્પર્શી તપાસ કરતાં મૂળ આંધ્રપ્રદેશના અને મુંબઇ બોઇસર ખાતે રહેતા રણજીતના મિત્ર રાજુ ઉર્ફે અજ્ઞા રામારાવ વડકોલેનો આ બંનેનો સંપર્ક કર્યો હતો. દાગીનાનો નિકાલ કરવાની વાત કરતાં રાજુએ પોતાના મિત્ર રાજસ્થાનના મૂળ વતની અને મુંબઈ બોઇસર ખાતે રહેતા તેજસ સુશીલ મારૂનો સંપર્ક કર્યો હતો. તેજસનું બોઇસરમાં આવેલી મુથુટ ફાઇનાન્સમાં એકાઉન્ટ હતુ, ત્યારે તેજસે આ લુટેલી પોંચી, ચેન અને વીટી મુથુટ ફાઇનાન્સમાં દોઢ લાખ રૂપિયામાં ગીરવે રાખી હતી. જોકે, દાહોદ પોલીસે આ દાગીના રિકવર કર્યા હતા. મિલાપ પાસેથી દાગીના લૂંટ્યા બાદ તે લોહીથી ખરડાયેલા હતા, ત્યારે સુરજ અને રણજીતે તેને ધોઇ તો નાખ્યા હતા. પરંતુ તે દાગીનાઓ ઉપર મિલાપના લોહીના ઝીણા રહી ગયેલા ઝીણા ટપકા તેઓ જોઇ શક્યા ન હતા. સુરજ, રણજીત સાથે હત્યાના આ બનાવમાં રાજુ અને તેજસ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને વધુ બન્ને આરોપીઓને મુંબઈ ખાતેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories