Connect Gujarat
ગુજરાત

દાહોદ : ખંગેલા પ્રા.શાળાના શિક્ષક છે પ્રજ્ઞાચક્ષુ પણ તેમના કાર્યને જોઇ તમે બોલી ઉઠશો "ઉસ્તાદ"

મોબાઇલના નેટવર્કના ધાંધિયા છે અને ગરીબ મા-બાપ પાસે સ્માર્ટ ફોન નથી આવામાં શિક્ષકોને પ્રોત્સાહિત કરતો એક કિસ્સો દાહોદના ખંગેલા ગામેથી સામે આવ્યો છે....

X

કોરાનાની મહામારીના કારણે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહયું છે પણ જયાં મોબાઇલના નેટવર્કના ધાંધિયા છે અને ગરીબ મા-બાપ પાસે સ્માર્ટ ફોન નથી તેવા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકતાં નથી. આવામાં શિક્ષકોને પ્રોત્સાહિત કરતો એક કિસ્સો દાહોદના ખંગેલા ગામેથી સામે આવ્યો છે....

રાજયમાં ગત વર્ષે કોરોનાની મહામારીએ દસ્તક દીધા બાદ શિક્ષણકાર્ય ખોરવાઇ ગયું છે. ધોરણ -10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની સરકારને ફરજ પડી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહયું છે. શહેરી વિસ્તારોમાં રહેતાં અને સ્માર્ટફોન ધરાવતાં વિદ્યાર્થીઓ સરળતાથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહયાં છે પણ જયાં મોબાઇલનું નેટવર્ક નથી આવતું અને ગરીબાઇના કારણે સ્માર્ટફોન નથી તેવા છાત્રોનું ભાવિ અંધકારમય બની ગયું છે.

આવા બાળકોના ભવિષ્યને ઉજજવળ બનાવવા માટે દાહોદના ખંગેલાની પ્રાથમિક શાળાના શિક્ષક ઉદાહરણરૂપ કાર્ય કરી રહયાં છે. પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેઓ ગામના દરેક ફળિયામાં જઇ વિદ્યાર્થીઓને ભણાવી રહયાં છે. ખંગેલા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા હેતલકુમાર કોઠારી શિક્ષ્ણની જ્યોત પ્રજાવલિત કરી રહ્યા છે. અકસ્માતમાં દિવ્યાંગ બનેલા હેતલકુમાર છેલ્લા 22 વર્ષથી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલાં છે. દાહોદનું ખંગેલા ગામ સરહદ પર આવેલું ગ છે અને તેના બારેક ફળિયા અટપટા રસ્તાઓ સાથે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે ત્યારે બાળકોનું શિક્ષણ એક પડકાર બની ગયું છે. અહીંના પ્રાથમિક શાળાના શિક્ષકો જિલ્લાના અન્ય શિક્ષકોની જેમ ફળિયે ફળિયે જઇને શિક્ષણ આપી રહ્યાં છે. હેતલકુમાર પણ આ પહેલમાં જોડાયા છે અને પોતાની શારીરિક અક્ષમતાને બાધા બનવા દીધી નથી. તેઓના આ પ્રયાસને શાળાના આચાર્ય તથા ગામલોકોએ બિરદાવ્યો છે.

Next Story