Connect Gujarat
ગુજરાત

દાહોદ : મોજશોખ કરવા MPથી તમંચો લાવેલ ઇસમની ધરપકડ, અન્ય 3 ઈસમોની શોધખોળ શરૂ

દાહોદ : મોજશોખ કરવા MPથી તમંચો લાવેલ ઇસમની ધરપકડ, અન્ય 3 ઈસમોની શોધખોળ શરૂ
X

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામેથી કારમાં સવાર 4 ઈસમો પૈકી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પોલીસે ઝડપી પાડયો હતો, જ્યારે કારમાં સવાર અન્ય 3 ઈસમો નાસી છૂટવામાં સફળ થતા પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગત તા. 1 ઓગષ્ટના રોજ ગરબાડા પીએસઆઇ એમ.એમ.માળીને મળેલ બાતમીના આધારે ગરબાડા પી.એસ.આઇ. સહિત પોલીસ સ્ટાફના માણસો ગુલબાર ગામે વોચમાં હતા. તે દરમ્યાન ત્યાંથી એક અલ્ટો કાર નંબર. GJ.20.N.4890 આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઈસરો કરતાં કાર ઉભી નહીં રાખીને રોડની સાઈડમાં ઉતારી 3 ઈસમો ખેતરના ઝાડી ઝાખરામાં ભાગી ગયા હતા, જ્યારે કાર ચાલક ભાગવા જતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેનું નામઠામ પૂછતાં ગુલબારનો રહેવાસી વિજય મંડોડ હોવાનું જણાવતા પોલીસે અંગ ઝડતી કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જે તમંચા બાબતે પોલીસે તેને પૂછતાં જણાવેલ કે, અમેં ચારે ભાગે પડતા પૈસાથી મોજશોખ કરવા માટે એમપીમાંથી તમંચો લાવ્યા હતા. પોલીસે ભાગી ગયેલા માણસો બાબતે પૂછતાં ગુલબારના જ રહેવાસી રાકેશ મંડોડ, ચિરાગ મંડોડ તથા અંકિત મંડોડ હોવાનું જણાવ્યુ હતું. પોલીસે રૂ. 3500/-ની કિંમતના દેશી હાથ બનાવટના તમંચા સાથે 1 મોબાઈલ ફોન તથા અલ્ટો કાર મળી કુલ રૂ. 2,04,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ગુલબાર ગામના વિજય મંડોડ ઝડપી પાડી ફરાર થયેલા અન્ય 3 ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story